આવતા અઠવાડિયામાં ખુલશે 3 નવા IPO | 3 new ipo open next week

Share

02 ડિસેમ્બર, 2024થી શરૂ થનારા અઠવાડિયામાં ત્રણ નવા IPO બજારમાં આવશે, જેનાથી રોકાણકારોમાં મોટી ઉત્સુકતા જોવા મળી રહી છે. આ IPO પૈકી બે SME સેગમેંટમાંથી છે. નીચે આપેલ છે ત્રણેય IPO વિશે વિગતવાર માહિતી:

1.Property Share Investment Trust REIT IPO : Property Share Investment Trust REIT નો 352.91 કરોડ રૂપિયાનો IPO 02 ડિસેમ્બરથી ખૂલવાનો છે ,જે IPO 04 ડિસેમ્બરે બંધ થશે અને 09 ડિસેમ્બરથી  ટ્રેડિંગ માટે ઉપલબ્ધ રહેશે. આ IPO મેઈન બોર્ડનો છે.
2.Nisus Finance Services IPO:  આ IPO 04 ડિસેમ્બરથી ખૂલવાનો છે અને 06 ડિસેમ્બર સુધી ભરી શકાશે.જેની અંદાજીત પ્રતિ શેર કિંમત 170-180 અને લોટ સાઇઝ 800 શેર છે , જેનું લિસ્ટીંગ 11 ડિસેમ્બરે થશે. આ  SME સેગમેંટ નો IPO છે.

3.Emerald Tyre Manufacturers IPO: આ IPO 05 ડિસેમ્બર ખુલશે અને 09 ડિસેમ્બર સુધી ભરી શકાશે .જેની અંદાજીત પ્રતિ શેર કિંમત 90-95 રૂપિયા છે અને લોટ સાઇઝ 1200 શેર છે , જેનું લિસ્ટીંગ 12 ડિસેમ્બરે થશે આ  SME સેગમેંટ નો IPO છે.

(અહમ નોંધ:આ લેખ માત્ર માહિતી પૂરી પાડવા માટે છે. અમે કોઈ પણ પ્રકારની ખરીદ-વેચાણની સલાહ આપતા નથી. રોકાણ કરતા પહેલાં તમારા નાણાકીય સલાહકાર અથવા નિષ્ણાતની સલાહ લેવી અનિવાર્ય છે.)

Bullionbytes – તમારા માટે સ્ટોક, ક્રિપ્ટો અને કોમોડિટી સંબંધિત માહિતી ગુજરાતી ભાષામાં!

Leave a Comment

Telegram Group Join Now
Instagram Group Join Now