આ સપ્તાહ રોકાણકારો માટે ઘણા નવા IPO સાથે રજૂ થયું છે. કુલ 9 IPO જાહેર થવાના છે, જેમાંથી 4 મેઇનબોર્ડ IPO અને 5 SME IPOનો સમાવેશ થાય છે. આ IPO અલગ-અલગ ક્ષેત્રની કંપનીઓના છે, જે રોકાણકારો માટે નવા મૂલ્યાંકન અને રોકાણના વિકલ્પો લઈને આવે છે. મેઇનબોર્ડ IPO માં Vishal Mega Mart, Sai Life Sciences Limited, One Mobikwik Systems Limited, Inventurus Knowledge Solutions Limited કંપનીના આવવાના છે જેની વિગતવાર માહિતી મેળવીએ.
1.Vishal Mega Mart

Vishal Mega Mart કંપનીનો IPO 11 ડિસેમ્બર થી 13 ડિસેમ્બર સુધી ખૂલવાનો છે જેની પ્રાઇઝ બેન્ડ 74 થી 78 રૂપીયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે , અને એક લોટમાં 190 શેર હશે. આ IPO 8000 કરોડનો છે.
2.Sai Life Sciences Limited

Sai Life Sciences Limited કંપનીનો IPO 11 ડિસેમ્બર થી 13 ડીસેમ્બર સુધી ખૂલવાનો છે.જેનું લિસ્ટીંગ 18 ડિસેમ્બરે થશે.જેની કિંમત 522 થી 549 રૂપીયા છે અને એક લોટમાં 27 શેર છે અને આ IPO 3042.62 કરોડનો છે.
3.One Mobikwik Systems Limited

Mobikwik નો IPO 11 ડિસેમ્બરથી 13 ડિસેમ્બર સુધી ખૂલવાનો છે,જેનું લિસ્ટીંગ 18 ડિસેમ્બરે થશે. આ IPO ની પ્રાઇઝ બેન્ડ 265 થી 279 રૂપીયા નક્કી કરવામાં આવી છે.એક લોટમાં 53 શેર છે અને આ IPO 572 કરોડનો છે.
4.Inventurus Knowledge Solutions Limited

Inventurus Knowledge Solutions Limited કંપનીનો IPO 12 ડિસેમ્બર થી 16 ડિસેમ્બર સુધી ખૂલવાનો છે જેની પ્રાઇઝ બેન્ડ જાહેરાત કરી નથી.
* સિવાય 05 SME IPO પણ આવવાના છે.
5 SME IPO માં Dhanlaxmi Crop Science Ltd, Toss The Coin Limited, Jungle Camps India Limited, Supreme Facility Management, Purple United Sales Limited નો સમાવેશ થાય છે.
(અહમ નોંધ:આ લેખ માત્ર માહિતી પૂરી પાડવા માટે છે. અમે કોઈ પણ પ્રકારની ખરીદ-વેચાણની સલાહ આપતા નથી. રોકાણ કરતા પહેલાં તમારા નાણાકીય સલાહકાર અથવા નિષ્ણાતની સલાહ લેવી અનિવાર્ય છે.)
Bullionbytes – તમારા માટે સ્ટોક, ક્રિપ્ટો અને કોમોડિટી સંબંધિત માહિતી ગુજરાતી ભાષામાં!