Cordelia Cruises IPO: ભારતમાં પહેલી વાર આવી રહ્યો છે ક્રૂઝ કંપનીનો 800 કરોડ નો IPO, જાણો વિગતવાર માહિતી

Share
Cordelia Cruises IPO: ભારતની પ્રીમિયમ ક્રૂઝ લાઈન Cordelia Cruises ભારતીય પુંજી બજારમાં 800 કરોડ રૂપિયા એકત્રિત કરવા IPO લાવવા તૈયારી કરી રહી છે. જો SEBI પાસેથી મંજૂરી મળે તો, Cordelia Cruises ભારતમાં IPO લાવનાર પ્રથમ ક્રૂઝ ઓપરેટર બની જશે.

Cordelia Cruises વિશે

Cordelia Cruises નું સંચાલન Waterways Leisure Tourism દ્વારા કરવામાં આવે છે. આ કંપનીની સ્થાપના 2021 માં રાજેશ હોતવાની અને હિતેશ વકિલ દ્વારા કરવામાં આવી હતી.રાજેશ હોતવાની 20 વર્ષથી મોરીશસમાં રહે છે.

બોર્ડ ઓફ ડિરેક્ટર્સ:

જૂર્ગન બૈલોમ(CEO)

આદિત્ય ગુપ્તા

કોરલી અંસારી

વાઈસ એડમિરલ અનિલ ચોપડા વોટરવેજ લિજર ટુરિઝમ નાં બોર્ડમાં શામેલ થવાના છે

કંપની ભારતીય પર્યટન અને મનોરંજન ઉદ્યોગમાં પ્રીમિયમ ક્રૂઝ સેવા પૂરી પાડે છે. અત્યાર સુધી 5,30,000 થી વધુ મહેમાનો Cordelia Cruises સાથે પ્રવાસ કરી ચૂક્યા છે.

Cordelia Cruises ના વિસ્તારની યોજના

કંપની આગામી વર્ષોમાં બે નવા ક્રૂઝ જહાજો ખરીદવાની યોજના બનાવી રહી છે, જેનાથી તેમની મહેમાન ક્ષમતા 4000 થી વધીને 6000 યાત્રીઓ સુધી થઈ જશે. નવા જહાજોમાં 1800-2200 નવા સ્ટેટ રૂમ અને સુઇટ્સ હશે.

CEOજૂર્ગન બૈલોમ અનુસાર, Cordelia Cruises હાલમાં યુરોપ અને અમેરિકા ની કેટલીક પ્રખ્યાત ક્રૂઝ કંપનીઓ સાથે નવા અને નાના ક્રૂઝ જહાજોની ખરીદી માટે ચર્ચા કરી રહી છે.

Cordelia Cruises IPO વિશે માહિતી

IPO Issue Size: ₹800 કરોડ (આશરે)

Funds Usage: નવા જહાજોની ખરીદી અને બિઝનેસ એક્સ્પેન્શન

SEBI Approval: મંજૂરી મળ્યા પછી ભારતીય શેરબજારમાં લિસ્ટ થશે

જો આ IPO સફળ થાય તો Mumbai-based Cordelia Cruises IPO લાવનાર પહેલી ભારતીય ક્રૂઝ ઓપરેટર કંપની બની જશે.

(નોંધ:આ માહિતી માત્ર જાણકારી માટે છે અને Bullionbytes ખરીદ કે વેચાણ માટે કોઈ સલાહ આપતું નથી. રોકાણ કરવા પહેલા, કૃપા કરીને તમારા નાણાકીય સલાહકારની મદદ લેવી અનિવાર્ય છે.)

1 thought on “Cordelia Cruises IPO: ભારતમાં પહેલી વાર આવી રહ્યો છે ક્રૂઝ કંપનીનો 800 કરોડ નો IPO, જાણો વિગતવાર માહિતી”

Leave a Comment

Telegram Group Join Now
Instagram Group Join Now