NSDL IPO : નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (NSDL) વહેલા કરતા વહેલા આ વર્ષે IPO લાવવાની તૈયારી કરી રહી છે. NSDL ને ગયા વર્ષના સપ્ટેમ્બર 2024 માં IPO માટે SEBI પાસેથી મંજૂરી મળી હતી. તાજેતરના મીડિયા રિપોર્ટ્સ અને NSDL ના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા મળતી માહિતી અનુસાર, કંપની એપ્રિલ 2025 પહેલા IPO લાવી શકે છે.

NSDL IPO ની મુખ્ય વિગતો:
IPOનું સંપૂર્ણ ઇશ્યુ સાઇઝ: ₹3000 કરોડ
પ્રકાર: સંપૂર્ણ Offer for Sale (OFS)
DRHP (Draft Red Herring Prospectus) માટે 12 મહિનાનો સમયગાળો સપ્ટેમ્બર 2025માં પુરો થશે.
SEBI મંજૂરી: સપ્ટેમ્બર 2024 માં મળી હતી.
IPO કઈ સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટ થશે?: BSE & NSE પર લિસ્ટ થવાની સંભાવના છે.
- PhonePe IPO: Walmart સમર્થિત ડિજિટલ પેમેન્ટ્સ કંપનીનું ભારતીય શેરબજારમાં પ્રવેશની તૈયારી
- NSDL IPO 2025: ₹3000 કરોડનો IPO આવી રહ્યો છે, થઈ જજો તૈયાર !
- RVNL latest News : રેલવેના આ સ્ટોકમાં આજે જોવા મળી જોરદાર તેજી ; શું છે કારણ ? જાણો સંપૂર્ણ વિગત
NSDL IPO
NSDL એટલે દેશની સૌથી મોટી ડિપોઝિટરી કંપની, જે ભારતમાં સૌથી વધુ ડીમેટ એકાઉન્ટ્સ સંભાળે છે. હાલ ભારતમાં માત્ર બે મુખ્ય ડિપોઝિટરી છે – NSDL અને CDSL. CDSL (સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસિઝ લિમિટેડ) પહેલાથી જ સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ છે, જ્યારે NSDL IPO દ્વારા પહેલીવાર જાહેર ઇશ્યુ લાવવાની તૈયારી કરી રહી છે.
મહત્વપૂર્ણ મુદ્દા:
1. IPO Offer for Sale (OFS) હશે, એટલે કે કંપની કોઈ નવા શેર જારી નહીં કરે, પરંતુ અત્યારના શેરહોલ્ડર્સ દ્વારા શેર્સ વેચવામાં આવશે.
2. SEBI દ્વારા મંજૂરી મળેલી છે, એટલે કે કંપનીને લિસ્ટિંગ માટે કોઈ મોટી અડચણો નથી.
3. NSDL પાસે સૌથી વધુ ડીમેટ ખાતા છે, જેનાથી રોકાણકારો માટે આ IPO એક મોટો અવસર બની શકે છે
4. CDSL પહેલેથી જ બજારમાં લિસ્ટેડ છે, અને હવે NSDL પણ લિસ્ટ થઈ જશે, જે ઈન્વેસ્ટર્સ માટે નવા વિકલ્પો ખોલી શકે છે.
NSDL IPO માટે કંપનીની આર્થિક સ્થિતિ અને ગ્રોથ:
NSDL એ ડિસેમ્બર 2024 ના ત્રિમાસિક (Q3) દરમિયાન ₹85.8 કરોડનો ચોખો નફો નોંધ્યો હતો, જે ગયા વર્ષની સરખામણીએ 30% વધારાની સાથે હતો.
2023ના સમાન ત્રિમાસિક સમયગાળા દરમિયાન નફો માત્ર ₹66.09 કરોડ હતો.
ઓક્ટોબર-ડિસેમ્બર 2024 ના સમયગાળામાં NSDL ની કુલ આવક 16.02% વધીને ₹391.21 કરોડ પહોંચી હતી.

NSDL વિશે થોડું વધુ જાણીએ:
સ્થાપના: 1996
મુખ્ય સેવા: ડિમેટ એકાઉન્ટ મેનેજમેન્ટ અને ડિપોઝિટરી સેવાઓ
વિશેષતા: SEBI દ્વારા માન્યતા પ્રાપ્ત દેશની સૌથી મોટી ડિપોઝિટરી, જે દેશના કરોડો ડીમેટ એકાઉન્ટ્સનું સંચાલન કરે છે.
IPO માટે લાંબા સમયથી તૈયારી: NSDL ઘણા સમયથી IPO લાવવાની તૈયારીમાં હતી, અને હવે 2025માં આ IPO આવી શકે છે
(નોંધ:આ માહિતી માત્ર જાણકારી માટે છે અને Bullionbytes ખરીદ કે વેચાણ માટે કોઈ સલાહ આપતું નથી. રોકાણ કરવા પહેલા, કૃપા કરીને તમારા નાણાકીય સલાહકારની મદદ લેવી અનિવાર્ય છે.)
- PhonePe IPO: Walmart સમર્થિત ડિજિટલ પેમેન્ટ્સ કંપનીનું ભારતીય શેરબજારમાં પ્રવેશની તૈયારીSharePhonePe IPO: Walmart સમર્થિત ડિજિટલ પેમેન્ટ્સ કંપનીનું ભારતીય શેરબજારમાં પ્રવેશની … Read more
- NSDL IPO 2025: ₹3000 કરોડનો IPO આવી રહ્યો છે, થઈ જજો તૈયાર !ShareNSDL IPO : નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (NSDL) વહેલા કરતા … Read more
- RVNL latest News : રેલવેના આ સ્ટોકમાં આજે જોવા મળી જોરદાર તેજી ; શું છે કારણ ? જાણો સંપૂર્ણ વિગતShareRVNL latest News : ભારતીય શેરબજારમાં આજે શરૂઆતમાં થોડો ઘટાડો … Read more
- Rite Water Solutions IPO : દિગ્ગજ રોકાણકાર મુકુલ અગ્રવાલે જે કંપનીમાં રોકાણ કરેલ છે તેનો આવી રહ્યો છે IPOShareRite Water Solutions IPO: વિશિષ્ટ રોકાણકારો અને શેરબજારના રસિયાઓ માટે … Read more
- Cordelia Cruises IPO: ભારતમાં પહેલી વાર આવી રહ્યો છે ક્રૂઝ કંપનીનો 800 કરોડ નો IPO, જાણો વિગતવાર માહિતીShareCordelia Cruises IPO: ભારતની પ્રીમિયમ ક્રૂઝ લાઈન Cordelia Cruises ભારતીય … Read more
- “Upcoming IPO Updates: આ અઠવાડિયે 10 નવી કંપની બજારમાં કરશે શરૂઆત અને ખુલશે 02 નવા ipo”ShareUpcoming IPO Updates : “આગામી અને તાજેતરમાં ખુલેલા IPO ની … Read more