RVNL latest News : ભારતીય શેરબજારમાં આજે શરૂઆતમાં થોડો ઘટાડો જોવા મળ્યો, પરંતુ ત્યાર બાદ બજારમાં થોડી તેજી જોવા મળી. આવા સમયે રેલવે સ્ટોક RVNL (Rail Vikas Nigam Limited) માં દમદાર તેજી જોવા મળી છે.

▪︎ RVNL શેરમાં 10% નો ઉછાળો
RVNL ના શેરમાં છેલ્લા કેટલાક સમયથી ઘટાડો જોવા મળ્યો હતો. જો કે, આજે શેરમાં 10% થી વધુનો વધારો નોંધાયો છે. આજે સવારે 10:15 વાગ્યે RVNL નાં શેર 10% વધીને ₹365 ના સ્તરે પહોંચ્યા. ગઈકાલે મંગળવારે, શેર 2.8% ઘટાડા સાથે ₹333 ના સ્તરે બંધ થયો હતો.
RVNL latest News :
▪︎ તેજીનું કારણ: 554.47 કરોડનો નવો ઓર્ડર
RVNL ને કર્ણાટક સરકારના “બેંગલુરુ સબઅર્બન રેલ પ્રોજેક્ટ (BSRP)” માટે Rail Infrastructure Development Company Limited (Karnataka) તરફથી ₹554.47 કરોડનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. આ ઓર્ડર “કોરિડોર-4A પેકેજ” માટે આપવામાં આવ્યો છે.
▪︎ પ્રોજેક્ટનું કામ અને સ્ટેશનો
આ પ્રોજેક્ટ હેઠળ 9 સ્ટેશનોના નિર્માણનું કામ હાથ ધરવામાં આવશે, જેમાં શામેલ છે:
1. હિલાલિગે
2. સિંગેના અગ્રહાર
3. હુસ્કુર
4. આંબેડકરનગર
5. કાર્મેલારામ
6. બેલાંદુર
7. મરાઠાહલ્લી
8. ડોડ્ડનકુંડી
9. કાગ્ગદાસપૂરા
આ પ્રોજેક્ટમાં 1 ઊંચું (Elevated) અને 8 ગ્રેડ લેવલ (Ground Level) સ્ટેશનો બનાવવામાં આવશે.

▪︎ પ્રોજેક્ટ માટે RVNL અને RPPL નો Joint Venture
આ પ્રોજેક્ટ RVNL અને Rithwik Projects Pvt Ltd (RPPL) ની સાથે Joint Venture માં કરવામાં આવશે.
Joint Venture માં RVNL નો હિસ્સો 51% અને RPPL નો હિસ્સો 49% રહેશે.
આ પ્રોજેક્ટ 2 વર્ષમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
▪︎ કામમાં શું શામેલ રહેશે?
ઈમારતોનું નિર્માણ
એન્ટ્રી અને એક્ઝિટ ગેટ
ફૂટઓવર બ્રિજ
છત અને સ્ટ્રક્ચરલ ડિઝાઇન
આર્કિટેક્ચરલ ડિઝાઇન
ઈલેક્ટ્રિકલ અને મિકેનિકલ વર્ક
▪︎ RVNL ના છેલ્લા 2 વર્ષના રિટર્ન્સ
છેલ્લા 6 મહિનામાં RVNL ના શેરમાં 42% નો ઘટાડો થયો છે.
જો કે, છેલ્લા 2 વર્ષમાં RVNL ના શેરે 386% રિટર્ન આપ્યું છે.
RVNL નું કુલ માર્કેટ કેપ ₹69,452 કરોડ છે.
554.47 કરોડના ઓર્ડર મળ્યા બાદ RVNL ના શેરમાં આજે મોટો ઉછાળો જોવા મળ્યો છે.
(નોંધ:આ માહિતી માત્ર જાણકારી માટે છે અને Bullionbytes ખરીદ કે વેચાણ માટે કોઈ સલાહ આપતું નથી. રોકાણ કરવા પહેલા, કૃપા કરીને તમારા નાણાકીય સલાહકારની મદદ લેવી અનિવાર્ય છે.)
- PhonePe IPO: Walmart સમર્થિત ડિજિટલ પેમેન્ટ્સ કંપનીનું ભારતીય શેરબજારમાં પ્રવેશની તૈયારી
- NSDL IPO 2025: ₹3000 કરોડનો IPO આવી રહ્યો છે, થઈ જજો તૈયાર !
- RVNL latest News : રેલવેના આ સ્ટોકમાં આજે જોવા મળી જોરદાર તેજી ; શું છે કારણ ? જાણો સંપૂર્ણ વિગત
- Rite Water Solutions IPO : દિગ્ગજ રોકાણકાર મુકુલ અગ્રવાલે જે કંપનીમાં રોકાણ કરેલ છે તેનો આવી રહ્યો છે IPO
- Cordelia Cruises IPO: ભારતમાં પહેલી વાર આવી રહ્યો છે ક્રૂઝ કંપનીનો 800 કરોડ નો IPO, જાણો વિગતવાર માહિતી
- “Upcoming IPO Updates: આ અઠવાડિયે 10 નવી કંપની બજારમાં કરશે શરૂઆત અને ખુલશે 02 નવા ipo”