Suzlon Energy ના શેરોએ આજે બજાર ખુલતા જ શાનદાર તેજી દર્શાવી છે. BSE પર શેર 5% અપર સર્કિટ સાથે ₹52.76 ની કિંમતે પહોંચ્યો છે. છેલ્લા કેટલાક સમયથી ઘટતા શેરમાં આજે આ મોટો ઉછાળો જોવા મળ્યો છે.
52-અઠવાડિયાનું હાઈ અને લો લેવલ
52-અઠવાડિયાનું હાઈ: ₹86.04
52-અઠવાડિયાનું લો: ₹35.49

વૃદ્ધિ પાછળનું કારણ: ક્વાર્ટર 3 ના મજબૂત પરિણામો
સુઝલોન એનર્જી એ તાજેતરમાં ડિસેમ્બર 2024 ના ત્રિમાસિક પરિણામ જાહેર કર્યા છે, જેમાં મજબૂત નફો નોંધાયો છે.
કન્સોલિડેટેડ નેટ પ્રોફિટ: ₹387 કરોડ (91% નો ઉછાળો)
ગયા વર્ષે સમાન ત્રિમાસિક ગાળામાં નફો ₹203 કરોડ હતો.
કંપનીની કુલ આવક: ₹2969 કરોડ (91% નો વધારો)
ગયા વર્ષે રેવન્યુ ₹1553 કરોડ હતું.
આ સારા પરિણામોની અસર શેરના મૂલ્ય પર પણ જોવા મળી છે.
કંપનીનો કેપેક્સ પ્લાન
સુઝલોન એનર્જી મધ્ય પ્રદેશ અને રાજસ્થાન માં નવા બ્લેડ મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ માટે ₹350-₹400 કરોડ નો કેપેક્સ પ્લાન ધરાવે છે. આનું મુખ્ય ઉદ્દેશ્ય ઉત્પાદન ક્ષમતામાં વધારો કરવાનો છે.
સુઝલોનના શેર પર પ્રભાવ
આ વર્ષના પ્રારંભથી સુઝલોનના શેરમાં ઘટાડો નોંધાયો છે.
1 જાન્યુઆરી 2025: ₹65.34
29 જાન્યુઆરી 2025: ₹52.76 (19% ની ગિરાવટ)
ટોરેન્ટ પાવર સાથે મોટો હાઈબ્રિડ ઓર્ડર
સુઝલોન એનર્જી ને ટોરેન્ટ પાવર સાથે 486 મેગાવોટ નો નવો હાઈબ્રિડ ઓર્ડર મળ્યો છે. આ સાથે ભારતના પવન ઉર્જા (વિન્ડ એનર્જી) પોર્ટફોલિયો માં 1 ગીગાવોટ ની ક્ષમતા ઉમેરી છે.
સમજૂતા અંતર્ગત:
ગુજરાતમાં 162 S144 વિન્ડ ટર્બાઇન જનરેટરો ની સપ્લાઈ
3 મેગાવોટ ક્ષમતાવાળા હાઈબ્રિડ લેટિસ ટાવર નો સમાવેશ
સુઝલોન એનર્જી ના ત્રિમાસિક પરિણામો અને ટોરેન્ટ પાવર સાથેની ભાગીદારીને કારણે તેના શેરમાં તેજી જોવા મળી છે.
(નોંધ:આ માહિતી માત્ર જાણકારી માટે છે અને Bullionbytes ખરીદ કે વેચાણ માટે કોઈ સલાહ આપતું નથી. રોકાણ કરવા પહેલા, કૃપા કરીને તમારા નાણાકીય સલાહકારની મદદ લેવી અનિવાર્ય છે.)
1 thought on “Suzlon Energy : એનર્જી શેરમાં 5% અપર સર્કિટ, જાણો તમામ વિગત”