આ વર્ષે મેનબોર્ડ સેગમેન્ટનો છેલ્લો IPO, Indo Farm Equipment IPO, 31 ડિસેમ્બરે ખુલશે. આગામી અઠવાડિયામાં રોકાણકારોમાં ભારે ઉત્સાહ જોવા મળશે કારણ કે અલગ-અલગ સેગમેન્ટમાં 4 IPO લિસ્ટ થવાના છે અને આવતા અઠવાડિયે આવી રહ્યા છે 3 IPO ,જેમાં એક મેનબોર્ડ સેગમેન્ટનો છે અને બે SME સેગમેન્ટમાં છે.
આ અઠવાડિયે ખુલનારા IPO :

1.Technichem Organics IPO : 25.25 કરોડ રૂપિયાનો SME સેગમેન્ટ નો IPO 31 ડિસેમ્બર થી 2 જાન્યુઆરી સુધી ખૂલવાનો છે.જેની પ્રાઇઝ બેન્ડ 52-55 રૂપિયા પ્રતિ શેર છે , જે BSE માં 7 જાન્યુઆરી 2025 માં લીસ્ટ થશે.

2.Indo Farm Equipment IPO : આ IPO 260.15 કરોડ રૂપિયાનો છે જે 31 ડિસેમ્બરે થી 2 જાન્યુઆરી સુધી ખૂલવાનો છે. જેની પ્રાઇઝ બેન્ડ 204-215 રૂપિયા પ્રતિ શેર છે અને તેનું લિસ્ટીંગ 7 જાન્યુઆરી એ થશે

3.Leo Dry Fruits and Spices IPO : આ SME સેગમન્ટ નો IPO નવા વર્ષે 1 જાન્યુઆરી 2025 થી 3 જાન્યુઆરી સુધી ખૂલવાનો છે. જેની પ્રાઇઝ બેન્ડ 51-52 રૂપિયા પ્રતિ શેર તથા લોટ સાઇઝ 2000 શેર નક્કી કરવામાં આવેલ છે. જેનું લિસ્ટીંગ BSE પર 8 જાન્યુઆરી એ થશે .જે 25.12 કરોડ રૂપિયાનો છે.
અગાઉથી ખુલેલા IPO:
Anya Polytech IPO : 44.80 કરોડ રૂપિયાનો આ IPO 26 ડિસેમ્બરે ખુલ્યો હતો. જે 30 ડિસેમ્બર બંધ થવાનો છે અને જેની પ્રાઇઝ બેન્ડ 13-14 રૂપિયા પ્રતિ શેર તથા લોટ સાઇઝ 10000 શેર છે. જે IPO NSE પર 2 જાન્યુઆરી એ લીસ્ટ થશે.
Citichem India IPO : આ IPO 27 ડિસેમ્બરે ખુલ્યો હતો જે 31 ડિસેમ્બરે બંધ થવાનો છે. જે 12.60 કરોડ રૂપિયાનો છે અને જેની પ્રાઇઝ બેન્ડ 70 રૂપીયા પ્રતિ શેર રાખવામાં આવી છે અને લોટ સાઇઝ 2000 શેર છે. જે BSE પર 3 જાન્યુઆરીએ લીસ્ટ થશે
આવતા અઠવાડિયે લિસ્ટીંગ થનાર IPO
આવતા અઠવાડિયે BSE,NSE પર Carraro India, Ventive Hospitality અને Senores Pharmaceuticals ની લિસ્ટીંગ થશે તથા 31 ડિસેમ્બરે BSE,NSE પર Unimech Aerospace તથા 2 જાન્યુઆરીએ Anya Polytech ની લિસ્ટીંગ થશે અને 3 જાન્યુઆરીએ BSE પર Citichem India ની લિસ્ટીંગ થશે.
(નોંધ – bullionbytes દ્વારા તમને માત્ર માહિતી આપવામાં આવી છે. અમે તમને કોઈ પણ ખરીદ વેચાણની સલાહ આપતા નથી અને રોકાણ કરતાં પહેલાં તમારા નાણાકીય સલાહકારની મદદ લેવી.)
1 thought on “Upcoming IPO This Week | પૈસા રાખજો તૈયાર , આવતા અઠવાડિયે આવી રહ્યા છે 3 IPO”