Upcoming main board IPO: ડો.અગ્રવાલ હેલ્થકેર IPO 29 જાન્યુઆરી થી રોકાણકારો માટે ખુલવા જઈ રહ્યો છે.
IPO ના મુખ્ય મુદ્દા
Dr. Agarwal’s Health Care IPO ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યો છે. આ IPO 29 જાન્યુઆરી, 2025 થી 31 જાન્યુઆરી, 2025 સુધી રોકાણકારો માટે ખુલ્લો રહેશે.
આ IPO 3027.26 કરોડ રૂપિયાના બુક બિલ્ટ ઈસ્યુ છે, જેમાંથી:
300 કરોડ રૂપિયાનાં 0.75 કરોડ શેરો ફ્રેશ ઇસ્યુ છે.
2727.26 કરોડ રૂપિયાનાં 6.78 કરોડ શેરો OFS (Offer For Sale) છે.

લિસ્ટિંગ અને ફાળવણી
ફાળવણી તારીખ: 3 ફેબ્રુઆરી, 2025
લિસ્ટિંગ તારીખ: 5 ફેબ્રુઆરી, 2025
લિસ્ટિંગ પ્લેટફોર્મ: BSE અને NSE
પ્રાઇઝ બેન્ડ અને લોટ સાઇઝ
પ્રાઇઝ બેન્ડ: ₹382 થી ₹402 પ્રતિ શેર
મિનિમમ લોટ સાઇઝ:
રૂટેલ રોકાણકાર માટે: 35 શેર (~₹14,070)
SNII: 15 લોટ (525 શેર) ~₹2,11,050
BNII: 72 લોટ (2520 શેર) ~₹10,13,040
બુક રનિંગ લીડ મેનેજર અને રજિસ્ટ્રાર
આ IPO માટે આ બ્રોકરેજ કંપનીઓ અને સંસ્થાઓ બુક રનિંગ લીડ મેનેજર તરીકે નિયુક્ત છે:
કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ
મોર્ગન સ્ટેનલી ઈન્ડિયા પ્રા. લિ.
જેફરિઝ ઈન્ડિયા પ્રા. લિ.
મોતીલાલ ઓસવાલ ઈન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ લિમિટેડ
રજિસ્ટ્રાર તરીકે કેફીન ટેક્નોલોજીઝ લિમિટેડ ની નિમણૂક કરવામાં આવી છે.

Dr. Agarwal’s Health Care વિશે
Dr. Agarwal’s Health Care એ 2010માં શરૂ કરાયેલી એક અગ્રણી હેલ્થકેર કંપની છે, જે આંખોની સારવાર અને સેવાઓમાં વિશેષતા ધરાવે છે. કંપની નીચે દર્શાવેલી સેવાઓ પ્રદાન કરે છે:
મોતિયાબિંદ સર્જરી અને અન્ય અગત્યની સર્જરી સેવાઓ
પરામર્શ અને નિદાન સેવાઓ
ગૈર-શલ્ય ચિકિત્સા ઉપચાર
ઓપ્ટિકલ પ્રોડક્ટ્સ અને કોન્ટેક્ટ લેન્સનું વેચાણ
આંખની સારવાર માટેના દવાઓ અને સંબંધિત પ્રોડક્ટ્સ
IPOની રકમનો ઉપયોગ
IPO મારફતે ઉઘરાયેલ રકમનો ઉપયોગ નીચેના મુખ્ય ઉદ્દેશ્યો માટે કરવામાં આવશે:
1. કંપનીના અમુક ઉધાર ચૂકવવા.
2. સામાન્ય કોર્પોરેટ ઉદ્દેશ્યો પૂરા કરવા.
નિશ્કર્ષ
Dr. Agarwal’s Health Care IPO તેમના વિસ્તરણ માટે અને તેમની નેટવર્કને વધુ મજબૂત કરવા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. આ IPOમાં રોકાણ કરવું કે નહી તે અગાઉ IPO સંબંધિત તમામ માહિતી સચોટ રીતે સમજી લો.
(નોંધ:આ માહિતી માત્ર જાણકારી માટે છે અને Bullionbytes ખરીદ કે વેચાણ માટે કોઈ સલાહ આપતું નથી. રોકાણ કરવા પહેલા, કૃપા કરીને તમારા નાણાકીય સલાહકારની મદદ લેવી અનિવાર્ય છે.)
- PhonePe IPO: Walmart સમર્થિત ડિજિટલ પેમેન્ટ્સ કંપનીનું ભારતીય શેરબજારમાં પ્રવેશની તૈયારી
- NSDL IPO 2025: ₹3000 કરોડનો IPO આવી રહ્યો છે, થઈ જજો તૈયાર !
- RVNL latest News : રેલવેના આ સ્ટોકમાં આજે જોવા મળી જોરદાર તેજી ; શું છે કારણ ? જાણો સંપૂર્ણ વિગત
- Rite Water Solutions IPO : દિગ્ગજ રોકાણકાર મુકુલ અગ્રવાલે જે કંપનીમાં રોકાણ કરેલ છે તેનો આવી રહ્યો છે IPO
- Cordelia Cruises IPO: ભારતમાં પહેલી વાર આવી રહ્યો છે ક્રૂઝ કંપનીનો 800 કરોડ નો IPO, જાણો વિગતવાર માહિતી
1 thought on “ Upcoming main board IPO: આવી રહ્યો છે બજારમાં વધુ એક IPO, સૌથી પહેલા જાણો તમામ વિગત”